પંચકર્મ આયુર્વેદમાં શરીર શુદ્ધિ માટે પંચકર્મ એ ખાસ ચિકિત્સા પદ્ધતિ છે. ‘પંચ’નો અર્થ છે પાંચ અને ‘કર્મ’નો અર્થ છે ક્રિયા. આમ પંચકર્મમાં પાંચ અલગ અલગ પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને શરીર શુદ્ધિ કરવામાં આવે છે. પંચકર્મની મદદથી શરીરમાંથી ‘આમ’ દૂર કરીને શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરે છે .
પંચકર્મ એટલે – એવા પાંચ કર્મ જેના દ્વારા શરીરમાં વધેલા અને વિકૃત થયેલા વિવિધ દોષો બહાર કાઢવાની પ્રવૃત્તિઓ.
1વમન :- વધેલા/બગડેલા કફને આમાશયમાં લાવીને મુખ દ્વારા ઉલટી રૂપે બહાર કાઢવા.
2વિરેચન :- વધેલા/બગડેલા પિત્તને નાના આંતરડામાં લાવી ગુદા દ્વારા ઝાડા રૂપે બહાર કાઢવા.
3નિરૂહબસ્તિ :- એનિમા કેન અથવા મુત્રાશયના ચામડા ના સંપુટમાં ક્વાથાદી દ્રવ્યો ભરીને ગુદા ધ્વારા આપવાની જે ક્રિયા કરવામા આવે છે ,તેને બસ્તિ કહે છે .
4અનુવાસન બસ્તિ – દોષ અને રોગ અનુસાર ઔષધથી સિદ્ધ કરેલ સ્નેહ ગુદા ધ્વારા આપવાની જે ક્રિયા કરવામા આવે છે ,તેને અનુવાસન બસ્તિ કહે છે
5નસ્ય :- ગળાથી ઉપરના ભાગમાં રહેલા વધેલા/બગડેલા દોષોને નાક દ્વારા બહાર કાઢવા.
પંચકર્મ મુખ્ય ત્રણ તબક્કામાં કરવામાં આવે છે.
• પુર્વ કર્મ
• પ્રધાન કર્મ
• પ્રશ્ચાત્ કર્મ
પુર્વ કર્મ :- પ્રધાન કર્મ કરતાં પહેલા શરીરને તૈયાર કરવા માટેનું કર્મ જેમાં વિવિધ પ્રકારની માલિશ, સ્નેહપાન, ધારાઓ, વગેરે દ્વારા શરીરને તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ બાષ્પ શેક દ્વારા શરીરના દોષોને ઢીલા પાડવામાં આવે છે.
પ્રધાન કર્મ :- પુર્વકર્મથી ઢીલા પાડેલાં દોષોને પંચકર્મ દ્વારા બહાર કાઢવામાં આવે છે.
પશ્ચાત કર્મ :- પંચકર્મ દ્વારા શરીરની અંદર રહેલા દોષોને બહાર કાઢવાથી શરીરની પાચન ક્રિયામાં ખલેલ પહોંચે છે. જેને પુર્વવત્ સ્થાપન કરવા માટે સંસર્જન ક્રમ કરવામાં આવે છે જેનાં પાંચનમાં હલ્કાથી સામાન્ય ખોરાક સુધી ધીમે-ધીમે રોગીને લઈ જવામાં આવે છે.
આ પ્રમાણે પંચકર્મ દ્વારા રોગી શરીરમાં રહેલ દોષો/રોગોથી સંપુર્ણ પણે મુક્ત થઈ શકે છે.
પંચકર્મ એ રસાયન ચિકિત્સાનો એક ભાગ છે. જેમાં થી જરાનિવારણ એટલે કે વૃદ્ધત્વ દુર કરવાની પ્રક્રિયામાં પંચકર્મ ઉપયોગી છે અને ચિર:યૌવન ટકાવવા માટે પંચકર્મ આવશ્ય છે.
આ ઉપરાંત તેના કેટલાક પેટાકર્મો છે જેના દ્વારા તાત્કાલિક પરિણામ મેળવી શકાય છે.
જેમાં મુખ્યત્વે
અભ્યંગ વિવિધ પ્રકારના તેલો દ્વારા માલિશ.
સ્વેદન વિવિધ પ્રકારના શેક.
શિરોધારા વિવિધ પ્રકારના તૈલ થી કરાતી ધારા
શિરોબસ્તિ / શિરોભ્યંગ જેનાથી વાળના રોગો, માનસ રોગ, હાઈપર ટેન્શન, અનિદ્ધા વગેરેમાં શીઘ્ર પરિણામ મેળવી શકાય છે.
(૧) વમન યોગ્ય રોગીઓ-
જૂની શરદી ,ખાંસી,દમ ,ચામડીના રોગો ,પ્રમેહ,અજીર્ણ (અપચો), એપીલેપ્સી(ખેંચ), ઉન્માદ (ડિપ્રેશન-મેનિયા ),કફના રોગો વગેરે રોગો .
(૨) વિરેચન યોગ્ય રોગીઓ -
ચામડીના રોગો ,જીર્ણજ્વર , પ્રમેહ ,ઉદરરોગ,અર્શ-હરસ , ભગંદર અર્બુદ-(કેન્સર) ,ગ્રંથી-(ગાંઠ) ,મૂત્રાઘાત-(કિડનીના રોગ ),કૃમિ રોગ ,પાંડુ ,હૃદયરોગ, ખાંસી,દમ, એપીલેપ્સી(ખેંચ), ઉન્માદ (ડિપ્રેશન-મેનિયા ),કમળો,વાતરક્ત (વાસ્કુલર ડિસીસ),ગર્ભાશયના રોગો, શુક્રદોષ,પિત્તના રોગો વગેરે રોગો .
(૩) – (4) બસ્તિ યોગ્ય રોગીઓ –નિરૂહ તથા અનુવાસન યોગ્ય -
સર્વાંગ રોગ –એકાંગ રોગ ( મગજ તેમજ જ્ઞાનતંતુ ના રોગો ),વાત-મળ-મૂત્ર –શુક્ર નો અટકાવ ,શુક્રદોષ , હૃદયરોગ, ઉન્માદ (ડિપ્રેશન-મેનિયા), અર્શ-હરસ, ભગંદર, સંધિવાત વગેરે શૂલ પ્રધાન વાતવ્યાધિઓ ,પક્ષઘાત,પથરી વગેરે રોગો
(5) નસ્ય યોગ્ય રોગીઓ –
સામાન્યતઃ ગળાની ઉપરના રોગોમા નસ્યનો પ્રયોગ કરવામાં આવે છે.
શિરોરોગ ,અર્ધાવભેદક(માઇગ્રેન), જૂની શરદી,અર્દિત (ફેસીયલ પેરાલીસીસ ),વાક્ગ્રહ,મુખ-નાસા-કર્ણ-નેત્ર રોગો મા નસ્ય આપી શકાય .