Thursday, December 1, 2011

ધ્યાન અને પ્રેમ

આમ જોઈએ તો વિપરીત દેખાય છે બંને બાબત – ધ્યાન અને પ્રેમ .આજ સુધી મનુષ્ય જાતિના ઇતિહાસમાં કોઈ પ્રયત્ન નથી થયો કે ધ્યાન અને પ્રેમને એક સાથે જોડવામાં આવે .બુધ્ધ ધ્યાનની વાત કરે છે,ચૈતન્ય પ્રેમની વાત કરે છે .બંને વચ્ચે કોઈ તાલમેળ ન મળ્યો ,કોઈ સેતુ ના બન્યો .સેતુ બનવો જોઈએ ,કારણકે બનેમાં કોઈ વિરોધ નથી; બંનેનું પરિણામ એક છે.યાત્રાપથ ભલે ભિન્ન હોય મંજિલ એક છે .કોઈ પોતાને ડુબાડીને ખોઈ દે છે ,કોઈ પોતાને જગાડીને ખોઈ દે છે. બંને હાલતમાં અહંકાર ખોવાઈ જાય છે . ધ્યાનીઓ અને પ્રેમીઓની ભાષા પણ અલગ-અલગ હશે. સ્વભાવતઃ જેણે ધ્યાન થી સત્યને મેળવ્યું છે ,તે પરમાત્માની વાત જ નહિ કરે ,કારણકે જેણે ધ્યાન થી સત્યને મેળવ્યું છે ,તે આત્માની જ વાત કરશે .તે કહેશે આત્મા એજ પરમાત્મા .આથી જ મહાવીર અને અને બુધ્ધ ઈશ્વરનો સ્વીકાર નથી કરતા .એટલા માટે નહિ કે નથી જાણતા,પરંતુ તેમના માટે ઈશ્વર ધ્યાનના માર્ગથી ઉપલબ્ધ થયેલ છે .ધ્યાનના માર્ગ પર ઈશ્વરનું નામ આત્મા છે ,સ્વરૂપ છે ,અને જેણે ભક્તિ થી જાણ્યો છે –મીરાએ કે ચૈતન્ય એ ,જેઓ પ્રેમના માર્ગથી જાણ્યો છે ,તે પરમાત્મા ની વાત કરશે . આ શબ્દો થી ઘણો વિવાદ પેદા થયો છે .તમને જે રુચિકર લાગે-જો ધ્યાન રુચિકર લાગે ,ધ્યાન; જો ભક્તિ રુચિકર લાગે ,ભક્તિ. જો બંને સારા લાગતા હોય તો પછી કહેવું જ શું ? સોનામાં સુગંધ ! - ઓશો