Tuesday, May 21, 2013

તક્ર-છાશ


તક્ર-છાશ વિશે કાંઇક..  વૈધ મિત્રોને તો છાશના ગુણ વિશે ખ્યાલ જ હશે .   ૨ ચમચી મેળવણ(દહીં)માં ૨ કપ દૂધ ઉમેરી બરાબર મિક્ષ્ કરવું .સવારે જમાવેલુ દહીં સાંજે તથા સાંજે જમાવેલું દહીં સવારે છાશ બનાવવા માટે યોગ્ય બંને છે. બ્રાન્ડેડ ડેરીઓના દહીં કરતા ઘરે જમાવેલા દહીં માંથી બનાવેલ છાશ હિતાવહ છે.વધુપડતી ખટાશ કે સાવ જ ફિક્કી હોય એવી છાશ પિત્ત અને કફ કરે છે એટલે થોડીક ખટાશવાળી ને દહીંમાં ચોથા ભાગનું પાણી મેળવીને બનાવેલી છાશ આરોગ્ય માટે ઉત્તમ છે. મોટા ભાગના લોકો માને છે કે મોળી છાશ પીવી સારી, પરંતુ એ સાચું નથી. સાવ જ મોળા દહીંમાંથી બનેલી છાશ કાચી હોય છે ને એનાથી કફ થાય છે, જ્યારે અતિશય ખાટી થઈ ગયેલી છાશ પિત્ત કરનારી થઈ જાય છે. સામાન્ય રીતે થોડીક ખટાશ આવી હોય એવી ખટમીઠી છાશ શ્રેષ્ઠ ગણાય..
 છાશના ગુણ કર્મ -
છાશ દીપન –ભૂખ લગાડનાર તથા કફ –વાયુનો નાશ કરનાર છે.આંતરડાંનાં રોગોમાંમાં છાશનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. સંગ્રહણીના દરદીને માત્ર છાશ પર જ રહેવા દેવાથી ઝડપથી સાજો થાય છે. છાશ આંતરડાંને બળ આપીને એની ગ્રાહીશક્તિ વધારે છે.ઉપરાંત ઉદરરોગ ,પાંડુ,પ્રમેહ,હરસ,કૃમિ રોગ  માટે  શ્રષ્ઠ છે. માખણ  વગરની છાશ ત્રિદોષ શામક છે.માખણ વાળી છાશ શોથ મટાડે છે.