Thursday, February 21, 2013

Diabetes-મધુમેહનુ પરેજીપત્રક


 Diabetes-મધુમેહનુ પરેજીપત્રક  
   Dr.Piyush N Shah  M.D(Ayu.)

સામાન્ય વ્યક્તિના લોહીમાં સાકરનું પ્રમાણ ૮૦ થી ૧૪૦ મિ.ગ્રા% હોય છે..જમ્યા પછી ૨ કલાકે આ પ્રમાણ ૧૪૦ મિ.ગ્રા%થી વધતું નથી.જયારે આ પ્રમાણ લોહીમાં વધે ત્યારે તે મધુમેહ કહેવાય છે. મધ અર્થાત મધ જેવી મીઠી પેશાબ નો રોગ .મધુમેહ કાબુમાં રહે છે.સંદતર મટતો નથી. આયુર્વેદિક ઔષધોથી તથા આહાર નિયંત્રણ થી મધુમેહ કાબુમાં રાખી શકાય છે તેમજ મધુમેહના ઉપદ્રવો જેવાકે અંધાપો,ડાયાબીટીક ન્યુરોપેથી, વગેરે અટકાવી શકાય છે                                                                                                                                    મધુમેહ કોને થઇ શકે ? ૧.ઘી યુક્ત વાનગીઓનું વધુ સેવન કરવાથી . ૨. વારસામાં રોગ હોય.દા.ત માતા-પિતાને મધુમેહ હોય તો સંતાન ને મધુમેહ થવાની શક્યતા વધે છે. ૩. બેઠાડું જીવન વાળાને ૪. મેદસ્વીને ૫. નોનવેજીટેરીયનને ૬. દહીં અથવા દહીયુક્ત વાનગીઓના વધુ સેવનથી ૭. જમ્યા પછી તરત સૂઈ જનારને ૮. દૂધ અથવા દૂધની બનાવટોનું સેવન કરવાથી ૯. વધુ પડતું ગળપણ,આઈસ્ક્રીમ,મીઠાઈ,ચોકલેટ,ઠંડા પીણા,બ્રેડ,મેદાના લોટ માંથી બનતી વાનગીઓના વધુ સેવનથી ૧૦. વારંવાર કસુવાવડ થયેલી સ્ત્રીઓને ૧૧. સતત માનસિક તણાવમાં રહેનાર ને . મધુમેહના લક્ષણો તથા ઉપદ્રવો  ૧. વારંવાર પેશાબ કરવા જવું પડે. ૨. તરસ વધારે લાગે ૩. ભૂખ વધારે લાગે ,ખોરાક વધુ પડતો લેવાય છતાં વજન ઘટતું જણાય ,થાક વધુ લાગે ૪. હાથ-પગમાં ખાલી ચડે ,ઝણઝણટી થાય ૫. ગડ-ગુમડા વધારે થાય .

મધુમેહ કોને થઇ શકે ?
૧. ઘી યુક્ત વાનગીઓનું વધુ સેવન કરવાથી
૨. વારસામાં રોગ હોય.ડા.ટ.માતા-પિતા ને મધુમેહ હોય તો સંતાનને મધુમેહ થવાની શક્યતા વધે છે.
૩. બેઠાડું જીવન વાળાને ,મેદસ્વીને
૪. દહીં અથવા દહીયુક્ત વાનગીઓના વધુ સેવનથી
૫. માંસ –માછલીના વધુ સેવનથી
૬. જમ્યા પછી તરત સૂઈ જનારને
૭. દૂધ અથવા દૂધ ની બનાવટોનું વધુ સેવન કરવાથી
૮. વધુ પડતું ગળપણ –ખાંડ,ગોળ,આઈસસ્ક્રીમ,મીઠાઈ ,ચોકલેટ ,ઠંડા પીણા ,બ્રેડ નુ વધુ સેવન કરવાથી
૯. વારંવાર કસુવાવડ થયેલ સ્ત્રીઓને
૧૦. સતત માનસિક તનાવમાં રહેનારને

મધુમેહના પૂર્વરૂપો,લક્ષણો અને ઉપદ્રવો
૧. વારંવાર પેશાબ કરવા જવું પડે.
૨. તરસ વધારે લાગે
૩. ભૂખ વધારે લાગે,ખોરાક વધુ પડતો લેવાય છતાં વજન ઘટતુ જણાય ,થાક વધુ લાગે
૪. પગના તળિયા બળે ,પીંડીમાં પણ કળતર થાય
૫. ગડ-ગુમડા વધારે થાય
૬. ગુહ્ય ભાગમાં ખુજલી આવે,સ્ત્રીઓમાં શરીર ધોવાય,સફેદ સ્ત્રાવ થાય .
૭. હાથ-પગમાં ખાલી ચડે,ઝણઝણાટી થાય,સાંધા દુખે
૮. પુરુષોમાં નપુંસકતા આવે
૯. ચામડીના રોગો વધુ પ્રમાણમાં થાય
૧૦. કીડની-જ્ઞાનતંતુ તથા હૃદયના રોગો વધારે પ્રમાણમાં થાય
૧૧. મૂર્છા-કોમા(કીટો એસીડોસીસ)

આધુનિક પધ્ધતિથી નિદાન  :-
મધુમેહના સચોટ નિદાન માટે દર્દી પેશાબ અને લોહીની તપાસ કરાવવી જરૂરી છે .આ માટે ભૂખ્યા પેટે અને જમ્યા પછે ૨ કલાકે લોહી અને પેશાબની તપાસ કરવાની હોય છે .
આહાર –
આહાર નિયમન દવા કરતા પણ અગત્યનું છે
નીચેનામાંથી માફક આહાર લેવો
- ઘઉં તથા જવ-જુવારનો લોટ સરખા ભાગે લઇ રોટલી બનાવવી
- ભાતના બદલે જૂના લાલ ચોખા કે કોદરી વાપરવી
- દાળ-શાકના વઘારમાં  તલનું તેલ અથવા સરસિયું વાપરવું 
- મીઠાના બદલે સિંધાલુણ વાપરવું
શાકભાજી –લીલા પાંદડાવાળા શાકભાજી ,પરવળ,કરેલા,કંકોડા,સરગવો,ફૂલાવર,ટીંડોળા
કઠોળ – મગ ,મસુર

નીચેના આહારનું સેવન ન કરવું
ખાંડ ,ગોળ,અથાણું ,મિષ્ટાન્ન,આઈસક્રીમ,દહીં,ટામેટા,માંસ,માછલી,માખણ,બટાટા,તમામ ફળો
અન્ય સૂચનો-
૧. જીવન પ્રવૃત્તિમય બનાવો
૨. રોજ સવારે ૧૫-૨૦ મિનીટ ધ્યાન-યોગાસન કરવા
૩. રોજ ૧ થી ૨ કિ.મી ચાલવું
૪. લોહી-પેશાબ ની તપાસ નિયમિત કરાવવી #diabetes,#madhumeh