Wednesday, August 15, 2012

કૃષ્ણ જન્મના પ્રતીકનો અર્થ ઓશોની દ્રષ્ટિએ


કૃષ્ણનો જન્મ થાય છે અંધારી રાતે,બધાનો જન્મ અંધારી રાતમાં થાય છે.અસલ જગતની કોઈ પણ ચીજ પ્રકાશમાં નથી જન્મતી,બધા જન્મ અંધારામાં જ થાય છે .એક બીજ પણ ફૂટે છે તો જમીનના અંધારામાં જન્મે છે.
   બીજી વાત કૃષ્ણના જન્મ સાથે જોડાયેલી છે –બંધનમાં જન્મ થાય છે ; કારાગૃહમાં .કોનો જન્મ બંધન અને  કારાગૃહમાં નથી થતો ? આપણે બધા કારાગૃહમાં જન્મીએ છીએ.એમ બની શકે કે આપણે મૃત્યુ પહેલા કારાગૃહમાંથી મુક્ત થઇ જઈએ ,જરૂરી નથી.એમ બની શકે કે આપણે મરીએ પણ કારાગૃહમાં .જયારે કોઈ પણ આત્મા જાણે છે તો કારાગૃહમાં જ જન્મે છે.
  પરંતુ આ પ્રતીકને બરાબર સમજી નથી શકાયુ.આ કાવ્યાત્મક વાતને ઐતિહાસિક ઘટના સમજીને મોટી ભૂલ થઇ ગઈ .બધા જન્મ કારાગૃહમાં થાય છે; બધા મૃત્યુ કારાગૃહમાં નથી થતા કેટલાક મૃત્યુ મુક્તિમાં થાય છે.
  કૃષ્ણના જન્મ સાથે એક ત્રીજી વાત જોડાયેલી છે અને તે એ છે કે જન્મતાની સાથે જ એના મૃત્યુનો ડર છે ,જન્મતાની સાથે જ મૃત્યુની ઘટના સંભવિત થઇ જાય છે.જન્મ પછી આપણે રોજ-રોજ મરીએ જ તો છીએ ,જેણે આપણે જીવન કહીએ છીએ.
   પરંતુ કૃષ્ણના જન્મ સાથે એક ચોથી વાત પણ જોડાયેલી છે કે મૃત્યુની ઘણા પ્રકારની ઘટનાઓ આવે છે,પરંતુ એ બધાથી બચીને નીકળી જાય છે .જે કોઈ એને મારવા આવે છે એ જ મરી જાય છે.              
   કૃષ્ણ એવી જિંદગી છે,જેના દરવાજા પર મૃત્યુ ઘણા સ્વરૂપમાં આવે છે અને હારીને પાછું  ચાલ્યું જાય છે. કૃષ્ણ જીવન તરફ  રોજ  જીતતા ચાલ્યા જાય છે અને મૃત્યુ રોજ હારતું જાય છે.